રાજકોટ:રાજકોટ-કુવાડવા હાઇવે પર ખાણખનિજ વિભાગના દરોડા પડતા ડમ્પરચાલકો રસ્તા પર રેતી ઠાલવી ફરાર થઇ ગયા હતા રસ્તા પર રેતી ઠાલવતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહલો સર્જાયો હતો આ રીતે રેતી ઠાલવતા રસ્તા પર મોટો અકસ્માત સર્જાઇ શકે છે રસ્તા પર રેતી ઠાલવતા ડમ્પરચાલકો વિરૂદ્ધ ખાણ ખનિજ વિભાગ શા માટે કાર્યવાહી કરતું નથી તેવો સવાલ લોકોએ કર્યો હતો રસ્તા પર રેતી ઠાલવવામાં આવતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે