માતાએ જીવતા બાળકને જમીનમાં દાટી દીધું, શ્વાને ખાડો ખોદી તેનો જીવ બચાવ્યો

DivyaBhaskar 2019-05-20

Views 4.3K

થાઈલેંડમાં એક શ્વાને જમીનમાં દાટેલા નવજાતનો જીવ બચાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં જ યૂઝર્સે પણ તેની વાહવાહી કરી હતી વાતજાણે એમ હતી કે ખેતરમાં કામ કરતા તેના માલિકને પણ પિંગ પોંગ નામના આ પાલતું શ્વાનને જમીનમાં ખાડો ખોદતો જોઈને નવાઈ લાગી હતીજ્યાં જઈને તેમણે જોયું તો કોઈ નવજાતના પગ બહાર દેખાતા હતા તરત જ તેમણે ખાડામાં દાટેલા જીવતા બાળકને બહાર કાઢીને તેને સારવારમાટે દવાખાનામાં દાખલ કરાયો હતો બાદમાં પોલીસે આખી ઘટનાની તપાસ હાથધરતાં જ એક 15 વર્ષીય સગીરાએ આ બાળકને જન્મઆપીને અહીં જીવતું દાટી દીધું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે પણ આ સગીરા પર નવજાતને મારી નાખવાના પ્રયાસનો અને તેને ત્યજી દેવાનોગુનો નોધ્યો હતો તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે તે દુનિયા સમક્ષ તેની ગર્ભાવસ્થા સંતાડવા માગતી હતી જેથી જ આવું હિચકારું પગલુંભર્યું હતું આખો મામલો સામે આવતાં જ આ સગીરાના માતાપિતાએ પણ આ ભૂલનો સ્વીકાર કરીને તે નવજાતનો સ્વીકાર કરવાનું કહ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS