વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસનું અભિમાન કાલે ભોપાલમાં જોવા મળ્યું હતું દેશના લાખો લોકો મતદાન કરી રહ્યા હતા, રાષ્ટ્રપતિ પણ ગયા હતા પરંતુ દિગ્ગી રાજાને લોકતંત્રની કંઈ જ પડી નથી ગતરોજે તેમને મતદાન કરવાનું પણ ઉચિત ન સમજ્યું મોદીએ કહ્યું કે, બની શકે છે કે તમને ત્યાંનો કોઈ ઉમેદવાર ન ગમતો હોય, ઘરેલું કંકાસ હોય પણ જવું તો જોઈએ દિગ્વિજય સિંહ આટલું કેમ ડરી ગયા તમે તો ઝાકિર નાઈકથી પણ નથી ડરતા તો પછી તમને તમારા વિસ્તારના લોકોનો આટલો ભય કેમ છે યુવાનોને તમે શું સંદેશ આપ્યો