યુપીના મિર્ઝાપુર જિલ્લામાં ગુરુવારે કામાખ્યા એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ટ્રેનમાં અચાનક આગ લાગવાથી હડકંપ મચી ગયો હતો પરંતુ, ટ્રેન ચાલકે સમજદારી દેખાડી ટ્રેન રોકીને સળગી રહેલ જનરેટર રૂમ અને પાર્સલ કોચને ટ્રેનથી અલગ કરી દીધો હતો જેથી જાનહાનિ નિવારી શકાઈ હતી દુર્ઘટનાથી દિલ્હી - હાવડા રૂટ પ્રભાવિત થયો છે