ઓરિસ્સામાં બે દિવસ પહેલાં આવેલા ચક્રવાતી વાવાઝોડા ફેની પછી આજે સોમવારે વડાપ્રધાન મોદીએ અહીંની પરિસ્થિતિ જાણવા ભુવનેશ્વરની મુલાકાત લીધી હતી આ દરમિયાન સીએમ નવીન પટનાયકે તેમનું સ્વાગત કર્યું હતું પીએમ મોદીએ હવાઈ સર્વેક્ષણ કર્યા પછી નુકસાનનો અંદાજ લગાવ્યો હતો તેમણે વાવાઝોડામાં થયેલા નુકસાન માટે રૂ 1,000 કરોડની તાત્કાલિક મદદની જાહેરાત કરી છે
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, નવીન બાબુએ ખૂબ સારુ કામ કર્યું વાવાઝોડા દરમિયાન ઓરિસ્સાના લોકોએ ખૂબ સમજદારી દાખવી તેના કારણે ઓછી જાનહાની થઈ મેં નુકસાનનો અંદાજ લગાવ્યો છે કેન્દ્ર સરકાર દરેક પગલે ઓરિસ્સાની સાથે છે કેન્દ્ર સરકાર તરફથી રૂ 1,000 કરોડની તાત્કાલિક મદદની જાહેરાત કરવામાં આવી છે