ધોરાજી: સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ને રાજકારણ ગરમાયું છે ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારસભ્ય લલિત વસોયાએ ભાદર-2 ડેમનું કેમિકલયુક્ત પાણીને બદલે નર્મદાનું પાણી આપવાની માંગ નાયબ કલેક્ટરને લેખિતમાં કરી હતી પરંતુ કોઇ જવાબ ન મળતા આજે તેઓ નાયબ કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે ગઇકાલે રાજકોટ જિલ્લાની પાણીની સમસ્યા માટે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની બેઠક યોજાઇ હતી આમંત્રણ આપ્યું હોવા છતાં પણ લલિત વસોયા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા નહોતા લલિત વસોયાની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો આ આંદોલનમાં જોડાયા છે