બેન્ડ બાજા અને બારાતીઓ સાથે નોમિનેશન દાખલ કરનાર સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર વૈદ્ય રાજકિશન ફરી એકવાર ચર્ચામાં છે તેમણે ઈવીએમ મશીનમાં ગરબડી અને નક્કી કરેલા સમય કરતા વધારે સમય સુધી મતદાન કરાવવાનો આરોપ તંત્ર પર લગાવ્યો છે હારના ડારથી વૈધ રાજકિશન કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પરિસરમાં આળોટવા લાગ્યા હતા એટલું જ નહીં પોતાના જ કપડાં ફાડીને પોતાને જ મારવા લાગ્યા હતા નેતાજીના આ હાઈ વૉલ્ટેજ ડ્રામાની લોકોએ મજા લીધી હતી અને જિલ્લા તંત્રએ નેતાજીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે