ફ્લેટની ચાવી બુટ કે કુંડામાં મુકતા લોકો હવે ચેતી જજો. કારણ કે વલસાડના છીપવાડમાં દિયા એપાર્ટમેન્ટમાં ચોરી થઇ છે. તેમાં 25 તોલા સોનું અને 25 હજાર રોકડની ચોરી કરવામાં
આવી છે. અજાણ્યા યુવકે ફ્લેટમાં રહેતી મહિલાને ચાવી બૂટમાં રાખતા જોઈ હતી. ત્યારે ચાવી બૂટમાંથી લઈ અજાણ્યો યુવક ફ્લેટમાં ઘૂસ્યો હતો. તથા ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ
થઇ છે.