મહેસાણાના ખેરાલુમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જેમાં રસ્તા પરથી પસાર થતી મહિલા પર પશુએ હુમલો કર્યો હતો. તેમજ આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા મહિલા ઘાયલ
છે. અને મહિલાને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ખેરાલુ શહેરમાં ગધેડાએ આતંક મચાવ્યો હતો. જેમાં ગધેડાનો આતંક CCTV કેમેરામાં કેદ થયો છે. તેમાં રસ્તા પરથી પસાર
થતી મહિલા પર ગધેડાએ હુમલો કર્યો હતો. જેમાં ઘાયલ આરોગ્ય કર્મી મહિલાને 108 ની મદદથી વડનગર સિવિલ ખસેડાયા છે. તથા ગધેડાને ભારે જહેમત બાદ યુવાનોની મદદથી પકડી
પડાયો હતો.