વર્ષ 2022માં ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે ઘરઆંગણે એક પણ મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી. ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનમાં તેના ઝડપી બોલરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં ટીમના બોલિંગ કોચ શોન ટેટ પર સવાલો ઉભા થયા છે.