તવાંગમાં ડ્રેગન આર્મી સાથેની અથડામણ બાદ ભારતીય વાયુસેના ચીન સરહદ પર મહત્વપૂર્ણ દાવપેચ કરવા જઈ રહી છે. આ કવાયતમાં રાફેલ, સુખોઈ સહિત દેશના લગભગ તમામ ફ્રન્ટલાઈન ફાઈટર જેટ પોતાની તાકાત બતાવશે. આમાં ભારતના તમામ ફ્રન્ટલાઈન એરબેઝ અને કેટલાક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો પણ ઉપયોગ કરવામાં આવશે.
અરુણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ સ્થિતિ તંગ છે. આ બધાની વચ્ચે ભારતીય વાયુસેના ઉત્તરપૂર્વમાં ચીન સરહદ નજીક ગુરુવારથી બે દિવસ (15 અને 16 ડિસેમ્બર) દાવપેચ કરશે. આ કવાયતમાં રાફેલ, સુખોઈ સહિત દેશના લગભગ તમામ ફ્રન્ટલાઈન ફાઈટર જેટ પોતાની તાકાત બતાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કવાયતનો હેતુ ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા અને પૂર્વોત્તરમાં સૈન્ય સજ્જતાનું પરીક્ષણ કરવાનો છે.