કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતમાં છે. તેઓએ કહ્યું કે કોરોનાને રોકવા માટે સરકાર સજ્જ છે. કોરોનાને લઈને સરકાર સતર્ક છે. તેઓએ કહ્યું કે લોકોને કહ્યું કે કોરોના પ્રોટોકોલનું પાલન કરો જેથી દેશને અને પોતાને બચાવી શકાય. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ચોથી લહેરને અટકાવી શકાશે. આ સિવાય તેઓએ વિદેશી મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા કહ્યું છે. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન પણ કર્યું છે. આ સિવાય ભારતમાં 22.36 કરોડ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. તો 24 કલાકમાં 201 નવા કેસ સાથે 3397 કોરોના કેસ ભારતમાં નોંધાયા છે. આ સિવાય શતાબ્દિ મહોત્સવમાં માસ્ક ફરજિયાત પહેરવાના આદેશ અપાયા છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.