લોકસભામાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશની 90 ટકા વસ્તીનો કોરોનાની રસી અપાઈ ચૂકી છે. આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે માસ્ક પહેરવાની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું પણ કહેવાયું છે. આ સિવાય વધતા કોરોનાને લઈને સંસદમાં સતર્કતા જોવા મળી રહી છે. અન્ય સમાચારમાં રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ થયાનું સામે આવ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.