પાટણના હારિજ માર્કેટ યાર્ડમાં શુક્રવારે જીરાના રેકોર્ડબ્રેક ભાવ નોંધાયા હતા. હારિજ યાર્ડમાં શુક્રવારે પ્રથમવાર જીરાના 20 કિલો દીઠ રૂ.5200થી 5500 સુધીના ભાવ બોલાયા હતા. યાર્ડમાં શુક્રવારે વધુ 70 બોરીની આવક નોંધાઈ હતી. જીરાના ભાવમાં વધારો મળતાં ખેડૂતોમા ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. જીરાનો સારો ભાવ મળતાં ખેડૂતોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. માર્કેટ યાર્ડમાં જીરાની આવક ઓછી આવતી હોવાને કારણે જીરાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.