ભારતીય સેનાને લઈને રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. ભાજપે રાહુલ ગાંધીના પાત્રને જયચંદનું પાત્ર ગણાવ્યું છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી ભારતીય સેનાનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ સમજવું જોઈએ કે આ 1962નું ભારત નથી.