આજે 16મી ડિસેમ્બર ભારતીય સેના માટે મોટો દિવસ છે, વર્ષ 1971માં 16 ડિસેમ્બરે જ દુશ્મન દેશના 93 હજાર સૈનિકોએ ભારતીય જવાનો સામે ઘૂંટણિયે પડ્યા હતા. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઐતિહાસિક જીત હાંસલ કરવામાં આવી હતી અને પાકિસ્તાનથી અલગ થઈને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું.