મતદાન એ સૌ નાગરિકોની પવિત્ર ફરજ છે. સંપૂર્ણ મતદાન થાય તો જ યોગ્ય નેતા ચૂંટાઇને આવે અને લોકશાહીમાં લોકોના કામો થાય ત્યારે રાજકોટમાં જેઓને પ્રથમ વખત મતદાનનો અધિકાર મળવાનો છે તેવા 135 પાકિસ્તાની નિરાશ્રીતો ખુશખુશાલ છે.
રાજકોટમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા અનેક લોકો સ્થાયી થવા લાગ્યા છે. જેમાં શહેરના ભગવતીપરા વિસ્તારમાં ઘણા પરિવારોને ભારતીય નાગરિકત્વ મળી ચૂકયું છે સાથે જ ચૂંટણી કાર્ડ મળી જતા હવે 135 જેટલા પાકિસ્તાની ભારતીયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. પાકિસ્તાનના કરાંચીમાંથી આવેલા શક્તિ માતંગ અને તેમની સાથે 6 પરિવારજનોએ કહ્યું કે ચૂંટણીકાર્ડ અમારી સાચી ઓળખ છે. જેથી અમે આત્મવિશ્વાસ સાથે જીવી શકીએ છીએ. લોકો પણ હવે અમને માનથી જુએ છે.