ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઝંઝાવાતી પ્રચાર કરી રહી છે. ચૂંટણી પહેલાં આજે પ્રચારનો સુપર સન્ડે છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓની ફોજ મેદાને ઉતરી ગઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી સભાઓ છે. PM મોદી ભરુચ, ખેડા, સુરતમાં સભાઓ સંબોધશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી પણ પ્રચાર કરશે. સ્મૃતિ ઈરાની પણ ઝંઝાવાતી પ્રચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાત આવશે. તેઓ ડેડિયાપાડા અને અમદાવાદમાં પ્રચાર કરશે. જગદીશ ઠાકોર અને પુરષોત્તમ રુપાલા પણ સભા સંબોધશે.