સુરતમાં કોંગ્રેસની સભામાં મોદી મોદીના નારા લાગ્યા છે. જેમાં શહેરના પાંડેસરાનો વીડિયો વાયરલ થઇ રહ્યો હોવાનું અનુમાન છે. તેમાં શાંતા નગર ઉડિયા મંદિરમાં સભા યોજાઈ હતી.
તેથી મંદિરમાં સભા ગોઠવાતા મોદી મોદીના નારા લાગ્યા હતા. તેથી કોંગ્રેસ દ્વારા સભા આટોપી લેવાઈ હતી. મજુરા વિધાનસભાનો વીડિયો હોવાની ચર્ચા છે. તથા કોંગ્રેસના ઉમેદવાર
બળવંત જૈનની સભાનો આ વીડિયો વાયરલ થયો છે.