કેનેડાના વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિને રૂઆબ દેખાડયો તો મળ્યો જડબાતોડ જવાબ

Sandesh 2022-11-17

Views 1.9K

ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને કેનેડાના વડા પ્રધાન વચ્ચેની ખૂબ જ તીખી વાતચીત કેમેરામાં રેકોર્ડ થઇ ગઇ છે. સામાન્ય રીતે કૂટનીતિમાં આ પ્રકારની વાતચીત ભાગ્યે જ જોવા મળે છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેની મુલાકાતમાં શીએ એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે તેમની અગાઉની બેઠકની વાતચીત મીડિયામાં લીક થઈ ગઈ હતી. આ ઘટના ટેલિવિઝન કેમેરાની સામે બની હતી, જેમાં જિનપિંગ એ વાતથી નારાજ છે અને ટ્રુડો સામે આપત્તિ વ્યકત કરી રહ્યા છે કે તેમની પહેલી મુલાકાતોમાં જે વાતચીત થઇ હતી તે મીડિયામાં લીક થઇ ગઇ હતી.

બુધવારના રોજ ચીની રાષ્ટ્રપતિએ G-20 બેઠકના સમાપન સત્રની અંતર્ગત એક અનુવાદક દ્વારા ટ્રુડોને કહ્યું, “આપણે જે પણ ચર્ચા કરીએ છીએ તે અખબારમાં લીક થઈ જાય છે. આ યોગ્ય નથી." તેમણે કહ્યું, “આ સંવાદની રીત નથી. જો ગંભીરતા હોય તો આપણી વચ્ચે સારી વાતચીત થઇ શકે છે. નહિંતર તે મુશ્કેલ હશે. જિનપિંગે આ ચીની ભાષામાં કહ્યું હતું, જેનો અંગ્રેજીમાં અનુવાદ તેમના સત્તાવાર દુભાષિયાએ કર્યો હતો અને ટ્રુડોને કહ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS