NCPમાં 2012થી જોડાયેલા કાંધલ જાડેજાનું રાજીનામું આપ્યું હોવાની વાતે જોર પકડ્યું છે. આ સિવાય BTPમાંથી પિતા -પુત્ર સામ- સામે લડશે. મહેશ વસાવાએ પોતાના નામની જાહેરાત કરી છે તો પુત્ર છોટુ વસાવા અપક્ષ અથવા જેડીયુમાંથી ઉમેદવારી નોંધાવશે. આ સાથે જ અન્ય મોટા સમાચારમાં હર્ષ સંઘવી થોડી વારમાં ઉમેદવારી નોંધાવશે. તેઓએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા દેરાસરમાં દર્શન કર્યા અને પગપાળા રેલીનું આયોજન પણ કર્યું હતું. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.