જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ આજે ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા સુપ્રીમ કોર્ટના વર્તમાન સીટિંગ જજ જસ્ટિસ ચંદ્રચુડ તેમના ઘણા નિર્ણયો માટે જાણીતા છે, સૌથી વધુ તો તેઓ ત્યારે ચર્ચામાં રહ્યા જ્યારે એક કેસમાં ચંદ્રચુડે તેમના પિતા અને પૂર્વ ચીફ જસ્ટિસ વી.વાય.ચંદ્રચુડના નિર્ણયને પલટી નાખ્યો હતો. ભૂતપૂર્વ CJI UU લલિતે 8 નવેમ્બરના રોજ તેમના વિદાય સમારંભમાં જસ્ટિસ ચંદ્રચુડના ઘણા કેસોનો ઉલ્લેખ કર્યો હતો.