બેંગ્લોરની સિવિલ કોર્ટે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ પર આરોપ છે કે તેણે તેના વીડિયોમાં KGF-2ના ગીતનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે.
કોર્ટે ટ્વિટરને કોંગ્રેસ દ્વારા શેર કરેલી ત્રણેય ટ્વીટ હટાવવાનો આદેશ આપ્યો છે, જેમાં KGF-2ના ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે કોંગ્રેસ (@INCIndia) અને ભારત જોડો (@BharatJodo) ટ્વિટર હેન્ડલને પણ આગામી સુનાવણી સુધી બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું છે.