ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે ભારત જોડો યાત્રાને (Bharat Jodo Yatra) નિશાન બનાવવા માટે રાહુલ ગાંધીનો (Rahul Gandhi) એક 'એનિમેશન' (Animation) વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો, જેના પર કોંગ્રેસે આકરી ટીકા કરી હતી. પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તે શાસક પક્ષની નિરાશા દર્શાવે છે. ભાજપે માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર રાહુલનો બે મિનિટનો 'એનિમેશન' વીડિયો શેર કર્યો છે, જેમાં કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષને ફિલ્મ 'શોલે'માં (હાસ્ય કલાકાર) અસરાની તરીકે દર્શાવવામાં આવ્યા છે.