T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમે સુપર-12ની પોતાની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે પાંચ વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 115 રનમાં સમેટાઈ ગઈ હતી. શાનદાર જીત સાથે, ભારતે ગ્રુપ 2 માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ભારત હવે સેમિફાઇનલમાં 10 નવેમ્બરે એડિલેડમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.