ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગઈકાલે 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાજપનો ગઢ ગણાતી ઘાટલોડિયા બેઠક પર કોંગ્રેસે સિનિયર નેતાને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે ઘાટલોડિયા બેઠક પર રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને ટિકિટ આપી છે.