જેતપુરમાં એક મહિનામાં હત્યાનો ત્રીજો બનાવ બનતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના બળદેવધાર વિસ્તારમાં સગા ભાણેજે માસીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. માસીયાઇ ભાઈને એક વર્ષ પૂર્વે પત્ની સાથે પ્રેમ સંબંધ હતો તેનું સમાધાન થઈ ગયેલ છતાં આ બાબતે તે સાવરકુંડલા ગામથી એક લાખ લેવા રૂપિયા લેવા આવેલ પરંતુ માસીએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતા મુનાએ છરી વડે માસીયાઇ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં પોતાના પુત્રને બચાવવા વચ્ચે પડતાં ભાણેજે માસીની હત્યા કરી હતી. માસીને મોતને ઘાટ ઉતારી ભાણેજ છરી લઈને નાશી ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.