ઉત્તર ગુજરાતમાં ભાજપનો મોટો દાવ સામે આવ્યો છે. જેમાં ઠાકોર સમાજના મતદારોને રિઝવવા ભાજપનો પ્રયાસ છે. તેમાં પાટણમાં દિવંગત સંત શ્રી સદારામ બાપાની પ્રતિમા મુકાશે.
સંત શ્રી સદારામ બાપા ઠાકોર સમાજના ધર્મગુરૂ છે. તેમજ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પ્રતિમાનું અનાવરણ કરશે. એક જ સપ્તાહમાં પાટીલ બીજીવાર પાટણ આવશે. જેમાં કાર્યક્રમમાં
સંત નરભેરામ, સંત દોલતરામ ઉપસ્થિત રહેશે. તથા ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ છે. જેમાં બનાસકાંઠા અને પાટણની બેઠકો પર સીધી અસર પડી શકે છે.