કેશોદમાં સરકારી હોસ્પિટલના કર્મચારીઓની બેદરકારીના કારણે ઇજાગ્રસ્ત આધેડનું મોત થયાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. અગાસી પરથી પટકાયેલા આધેડને લોહી લુહાણ હાલતમાં 108 મારફત લવાયેલ આધેડને સારવાર કરવાની જગ્યાએ હોસ્પિટલ કર્મચારીઓએ સ્ટ્રેચર મારફત બહાર ફેંકી દેવાતાં મોત થયાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા. ઓક્સીજન પ્લાન્ટ નજીક કણસતા આધેડને જોઈ ટોળું એકઠું થતાં હોસ્પિટલ કર્મચારીઓ વિરૂદ્ધ લોકો રોષે ભરાયા હતા.