લીલાં શાકભાજીની આવક વધી હોવા છતાં શાકભાજીના ભાવો રિટેઈલમાં ઘટવાનું નામ લેતુ નથી. હોલસેલમાં ટામેટાં રૂ.30 કિલો હોવા છતાં રિટેઇલમાં રૂ.80 કિલો,ચોળી રૂ.80 કિલો મળતી હતી તે અત્યારે રૂ.300 કિલો, કોથમીર રૂ.60 કિલો હોવા છતાં રિટેઈલમાં રૂ.140 કિલો વેચાણ થઈ રહી છે. આ જ રીતે ગરીબોની કસ્તૂરી સામાન્ય દિવસોમાં રૂ.15 કિલો મળતી હતી તે અત્યારે રૂ.40 કિલો થઈ ગઈ છે. જયારે બટાકા રૂ.15 કિલો વાળા રૂ.32 કિલો વેચાય છે. ફુલાવર રૂ.30 કિલો મળતું હતું તે રૂ. 99 કિલો મળી રહ્યું છે.