રામનગરી અયોધ્યામાં દીપાવલીના એક દિવસ પહેલા દીપોત્સવના કાર્યક્રમ હેઠળ ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણનું વનવાસ પછી આગમન પર અહીં સ્વાગત કરવામાં આવે છે, જે અંતર્ગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવી રહેલા કલાકારોનું સ્વાગત કર્યું હતું. દર વર્ષે અયોધ્યામાં વિશાળ દીપોત્સવ કાર્યક્રમ હેઠળ આ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.