બ્રિટનના પીએમ બોરિસ જ્હોનસન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે... બોરિસ જ્હોનસનનું અમદાવાદ ઍરપોર્ટ પર બ્રિટિશ ધ્વજથી સન્માન સાથે સ્વાગત કર્યું... લોકોએ બોરીસ જ્હોનસનું અભિવાદન ઝીલ્યું... રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનુ ઉષ્માભેર સ્વાગત કર્યું.. બ્રિટિશ વડાપ્રધાનનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાયો. તેમના આગમનને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે... રોડ શોના સમગ્ર રૂટ પર ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ માટેના સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે... રોડશો બાદ બપોરે બપોરે 3 વાગ્યે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાર્પણ કરશે, ચરખો કાંતશે... ત્યાંથી તેઓ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશીપ પણ જવાના છે.. ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.