સુરતમાં મહાનગરપાલિકાની સભામાં વિચિત્ર બનાવ બન્યો છે. સામાન્ય સભા કે જ્યાં સામાન્ય પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની હોય છે ત્યાં બાળક જેવું કૃત્ય આમ આદમીના મહિલા કોર્પોરેટરે કર્યું. મહિલા કોર્પોરેટરને સભા ખંડમાંથી બહાર કઢાતા મામલો ઉગ્ર બન્યો હતો.
મળતી માહિતી પ્રમાણે મેયરના આદેશ પર આમ આદમીના કોર્પોરેટર સેજલ માલવિયાને બહાર કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે સિક્યોરિટી ગાર્ડને તેમણે બચકું ભરી લીધું હતું. વિરોધ પક્ષનાનેતાઓને ઉંચકીને લઇ જવામાં આવ્યા હતા ત્યારે આ વિચિત્ર ઘટના બની હતી. રાજકીય લડાઇમાં હરીફ પક્ષને નિશાન બનાવાના હોય છે. પરંતુ આપના કોર્પોરેટરે સિક્યોરિટી ગાર્ડને નિશાન બનાવ્યા.