ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર જેમણે એક સમયે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે કામ કર્યું હતું, તાજેતરમાં જ દાવો કર્યો હતો કે બિહારના મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથેના સંબંધો તોડવા છતાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે અને હવે આ અંગે તેમની પ્રતિક્રિયામાં આપતા નીતિશ કુમારે 'પરવાહ નથીવાળું' વલણ દર્શાવતા પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "તેઓ યુવાન છે અને કંઈકને કંઇક તો તેઓ કહેશે જ..."
પત્રકારો સાથે વાત કરતા નીતીશ કુમારે કહ્યું, "કૃપા કરીને મને તેમના વિશે કશું પૂછશો નહીં... તેઓ બોલતા રહે છે... તેઓ પોતાની પ્રસિદ્ધિ માટે બોલે છે અને તેઓ જે ઇચ્છે તે કહી શકે છે, અમને તેની પરવા નથી. એક સમય હતો જ્યારે હું તેમને ખૂબ માન આપતો હતો... પણ હવે મને ખબર નથી કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે..."