અમરેલી-સિંહોની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. શેત્રુજી ડિવિઝનમાં જેસર રેવન્યુમાં સિંહની ક્રૂરતા પૂર્વક પજવણી કરવામાં આવી રહી છે. 2 ડાલામથ્થા સિંહો પાછળ ફોરવહીલ વાહન ક્રૂરતા પૂર્વક દોડાવતા પજવણીખોરોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોતા લાગી રહ્યું છે કે સિંહને કચડી નાખવાના જ ઇરાદે ફોરવહીલ વાહન પુરપાટ પાછળ દોડાવાયું છે. સિંહો સાથે ક્રુરતાની મર્યાદા ઓળંગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો ગુસ્સે ભરાયા છે.
સિંહોની સુરક્ષાની ગુલબાંગો ફેંકતા વનતંત્ર સામે પજવણીખોરોની ખુલ્લી ચેલેન્જ છે. વનવિભાગ ત્વરિત સિંહો પાછળ અતિ ક્રૂરતાપૂર્વક વાહન દોડાવનારાને પકડી પાડે તેવી સિંહપ્રેમીઓએ ઇચ્છા વ્યક્ત કરી છે. રાજુલાના બર્બટાણામાં સિંહ પાછળ ટ્રેકટર દોડાવનારા પજવણીખોરો પકડયા નથી ત્યાં વધુ સિંહોની પજવણીનો વીડિયો સામે આવ્યો છે.