રાજ્યમાં લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા વિવિધ 12 કેડેરના ઉમેદવારોની આતુરતાનો અંત આવશે. 29 ઓક્ટોબરે અલગ અલગ 12 કેડરના ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો અપાશે. પંચાયત વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો અપાશે. લગભગ એક વર્ષથી ચાલતી ભરતી પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે. અને દિવાળી બાદ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો અપાશે.