બિહારમાં આવેલા કિશન ગંજની એક સ્કૂલમાં ધોરણ-7ની અર્ધવાર્ષિક પરીક્ષાના પેપરમાં છબરડાને લઈ વિવાદ થયો છે. બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ દ્વારા યોજાયેલી પરીક્ષામાં કાશ્મીરને અલગ દેશ બતાવી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ મામલે વિવાદ વધી ગયો છે. સ્કૂલના હેડ ટીચર એસ.કે.દાસે આ બાબતને માનવીય ભૂલ કહી છે. તેમનું કહેવું છે કે, તેમને આ બાબત અંગે બિહાર શિક્ષણ બોર્ડ દ્વારા જાણ થઈ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછવાનો હતો કે, કાશ્મીરના લોકોને શું કહેવામાં આવે છે ? ભૂલથી પ્રશ્ન લખાયો કે, કાશ્મીર દેશના લોકોને શું કહેવામાં આવે છે ?