બોટાદ ખાતે કડવા પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં સમાજના આગવાનો સહિત 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ બેઠક પર ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવાર ઉતારવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આગામી 22 ઓક્ટોબરે સૌરભ પટેલ દ્વારા કડવા પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજાશે.