રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ફરી એકવાર મોટો હુમલો કર્યો છે. આ હુમલાઓ ઈરાની નિર્મિત કામિકેઝ ડ્રોન વડે કરવામાં આવ્યા હતા. કિવ શહેર અનેક વિસ્ફોટોથી ધણધણી ઉઠયું હતું.
કિવમાં રશિયન હવાઈ હુમલા પછી સાયરન અને વિસ્ફોટ સંભળાયા હતા. મેયર વિટાલી ક્લિટ્સ્કોના જણાવ્યા અનુસાર ડ્રોન હુમલામાં શેવચેન્કિવસ્કી વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગ્સને નુકસાન થયું હતું. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીના કાર્યાલયના વડા આન્દ્રે યેર્માકે જણાવ્યું હતું કે આ હુમલા કેમિકેઝ ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે પણ કિવ અને યુક્રેનના અન્ય શહેરો પર રશિયન મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો હતો. આમાં ઘણા લોકો માર્યા ગયા હતા.