પાકિસ્તાનમાં એક દર્દનાક ઘટના બની છે. પાકિસ્તાનના સિંઘ જિલ્લામાં બુધવારે એક બસમાં અચાનક આગ લાગી જેમાં 17 બસ યાત્રીઓ બળીને ખાખ થયા. આ ઘટના કરાંચીથી 90 કિમી દૂર નૂરિયાબાદ શહેરમાં બની હતી. પાક. અઘિકારીઓએ પુષ્ટિ કરી છે કે બુધવારે સાંજે ખૈરપુર નાથન શાહ વિસ્તારમાં જઈ રહેલી બસમાં નૂરિયાબાદની પાસે રાજમાર્ગ પર આગ લાગવાથી ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. આ સિવાય અન્ય 20 લોકો ઘાયલ થયા છે.