દરજીપૂરા નજીક એક ટ્રેલર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 5 થી વધુ લોકોના મોત થયા છે. ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો. હાલ દરજીપૂરા એરફોર્સની દીવાલમાં ટ્રેલર ઘુસ્યું છે, જેને પગલે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.