ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસનો હાથ પકડે તેવી સંભાવના છે.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે બાપુ અને હાઇકમાન્ડ વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઇ શકે છે.
ગુજરાતમાં ભાજપ સામે બળવો કરી પોતાની સરકાર બનાવનાર શંકરસિંહ વાઘેલા લાંબો સમય સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ 2017માં અલગ થઈ ગયા હતા. 2022માં ફરી સક્રીય થાય તેમ લાગી રહ્યું છે.