PM મોદીએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી અને તેઓ વંદે ભારત ટ્રેનમાં બેસી ગાંધીનગરથી અમદાવાદ આવ્યા હતા. દેશને આજે ત્રીજી વંદે ભારત ટ્રેન મળી, જે ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડશે. આ ટ્રેનની ખાસિયત એ છે કે KAVACH ટેક્નિકથી ટ્રેન સજ્જ છે. કવચ ટેકનિક એક સ્વદેશી ટેક્નોલોજી છે, જે મુસાફરોની સુવિધા અને સુરક્ષાની દ્રષ્ટિએ ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. તેની મદદથી ટ્રેનની સ્પીડમાં સુધારો કરી શકાય છે અને અકસ્માતોને નિયંત્રિત કરી શકાય છે.