વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં કાર્યક્રમ પતાવી ગાંધીનગર તરફ જઇ રહ્યા હતા ત્યારે એસ.જી.હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે એમ્બ્યુલન્સ દેખાતા તરત જ PM મોદીએ પોતાનો કાફલો રોકી દીધો અને એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો. એમ્બ્યુલન્સ રસ્તા પરથી પસાર થઇ અને આગળ નીકળી ગઇ ત્યારબાદ પીએમ મોદીએ પોતાનો કાફલો આગળ જવા દેવાનું કહ્યું