અમેરિકાના ફ્લોરિડા વાવાઝોડા ઈયાનને કારણે મોટાપાયે વિનાશ થયો છે. દેશમાં આ વાવાઝોડામાં અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. વૈશ્વિક સ્તરે હરિકેન ઈયાનથી મૃત્યુઆંક વધીને 54 થઈ ગયો છે. ફ્લોરિડા રાજ્યના ડોકટરોની ટીમ દ્વારા મૃત્યુઆંક એકત્રિત કરવામાં આવ્યો છે અને તેમના જણાવ્યા અનુસાર, તોફાન પછી આવેલા પૂરમાં ડૂબી જવાથી ઘણા લોકોના મૃત્યું થયું છે.