શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની હાઇસ્કૂલોનું દિવાળી વેકેશન જાહેર કર્યા બાદ હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શાળાનું વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. નિયામક કચેરીએ તમામ ડીઇઓ-ડીપીઇઓને ઉદ્દેશીને લખેલા પરિપત્ર મુજબ પ્રાથમિક શાળાઓમાં 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર સુધીનું 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12ની સ્કૂલોમાં 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપવામાં આવ્યું હતું. જેથી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં પણ સમાન વેકેશનની તારીખ જાહેર કરી છે.