સાવલીમાં યુવા મોરચા દ્વારા ચામુંડા ફાર્મ પર યુવા સંમેલન યોજાયું હતું. આ યુવા સંમેલનમાં કેતન ઇનામદારે આપેલ નિવેદનની ચારેકોર ખૂબ ચર્ચા શરૂ થઇ ગઇ છે.
ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું કે આવી જાવ કોમ્પિટિશન કરવા હરામનું તો હરામનું બે નંબરનું તો બે નંબરનું પ્રજા માટે ન્યોછાવર કરીશ. આણંદ, અમદાવાદ, મેમદાબાદ, ખેડા, ભરૂચ, પંચમહાલ, ઉમરેઠ તાલુકો હોય ત્યાં ફસાયેલો કોઇબી બાઈક ચાલક જો સાવલીનો કે કેતનનો હોય તો તેને લાયસન્સની જરૂર નહિં પડે તેમ કેતન ઇનામદારે કહ્યું હતું.