હૈદરાબાદમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ રમાઈ હતી. શ્રેણીની આ છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 186 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં એક વખત ભારતીય ટીમની બોલિંગ નિષ્ફળ જતી જોવા મળી હતી.કારણ કે છેલ્લી ઓવરોમાં ટીમ ઈન્ડિયાના દરેક બોલરને વધુ રન ખાવા પડ્યા હતા, જેના કારણે ઓસ્ટ્રેલિયા આટલા રન બનાવી શક્યું હતું.