સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં યુવા ધનને નશાના રવાડે ચઢાવી તેમની જિંદગીને બરબાદ કરતી પ્રવૃત્તિને રોકવા માટેનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરૂ કરી અનેક ડ્રગ્સ માફીઆઓને જેલ ભેગા કરી દીધા છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ શહેરમાં નશા યુક્ત માદક પદાર્થ વેચાણ પ્રવૃતિ અટકાવવા અને તેની સાથે સંડોવાયેલા ગુનેગારોને પકડવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇને બાતમી મળી હતી કે પર્વત પાટિયાની ડી.આર.વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ હોટલ ફ્રાન્સ ઓયોના રૂમ નંબર 7 શહેરમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા અલ્લારખા ઉર્ફ લાલા બરફ વાલા રોકાઈને ચોરી છૂપી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે.