માલધારી મહાપંચાયત દ્વારા પડતર પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે સરકારને અનેક વખત રજૂઆત કરાવામાં આવી છે. તેમ છતાંય સરકાર દ્વારા યોગ્ય પગલાઓ ભરવામાં ન આવતા અને સરકાર દ્વારા કરવામાં આવતી રખડતા ઢોર પકડવાની કામગીરીથી પણ માલધારીઓ નારાજ છે. ત્યારે આજે માલધારી મહાપંચાયત દ્વારા દૂધ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. માલધારીઓ વિધાનસભા સત્રના દિવસે દૂધનું વેચાણ નહિ કરીને સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તેવામાં રાજકોટ નજીક મેટોડા પાસે આજે રાજકોટ ડેરીના એક દૂધ ભરેલા ટેન્કરને રસ્તા ઉપર રોકી રસ્તા પર દૂધ ફેંકી દેવાયું હતું.